મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: પશ્ચિમ બંગાળમાં લોકશાહીનું ચીરહરણ? 7 ન્યાયિક અધિકારીઓને બંધક બનાવાયા, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય દળો તૈનાત કરવા આદેશ આપ્યો!

VIDEO: સુપ્રીમ

VIDEO: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં વિશેષ ન્યાયિક અધિકારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો મતદાર યાદી સુધારણા અંગે ચૂંટણી પંચ અને મમતા બેનર્જી સરકાર વચ્ચે વિવાદને લઈને છે

 પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં મતદાર યાદી સુધારણાકાર્ય દરમિયાન વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાએ સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવ્યા હતા. સેંકડો લોકોએ કાલીચક-2 બીડીઓ કચેરીની બહાર વિરોધ કર્યો હતો, જે મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. ત્રણ મહિલા અધિકારીઓ સહિત સાત અધિકારીઓ લાંબા સમય સુધી ઓફિસમાં ફસાયેલા રહ્યા હતા. આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓ પર વિશ્વાસ કરી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ રાત્રે 11 વાગ્યા સુધી ઘટનાસ્થળે નહોતા. 5 વર્ષના બાળકને પાણી કે ખોરાક પણ નહોતો મળ્યો.

ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવનારાઓ વધુ સતર્ક રહેવા જોઈએ અને તપાસ શરૂ કરવી જોઈએ.સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય દળોને આ ન્યાયિક અધિકારીઓની સુરક્ષા સોંપવાનો આદેશ આપ્યો છે. આ મામલો મતદાર યાદી સુધારણા અંગે ચૂંટણી પંચ અને મમતા બેનર્જી સરકાર વચ્ચે વિવાદ સામે આવ્યો છે. 

આ સમાચાર શેર કરો