VIDEO: ANDARNI VAAT / વાલ્પારાઇ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની જોખમી હરકતો
દેશમાં ચારે બાજુ ચોમાસું જામ્યું છે. નદી-નાળા ઉફાણ પણ છે. ભારે વરસાદ અને પુરના

દેશમાં ચારે બાજુ ચોમાસું જામ્યું છે. નદી-નાળા ઉફાણ પણ છે. ભારે વરસાદ અને પુરના કારણે ચારેબાજુ ચેતવણીના બોર્ડ લાગે છે. ત્યારે સેલ્ફીના ચક્કરમાં લોકો પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. તમિલનાડુના જાણીતા હિલ સ્ટેશન વાલ્પારાઈમાં કુલાંગલ નદીના પૂરમાં પ્રવાસીઓ સેલ્ફી લેતા અને નદીના પ્રવાહમાં છબછબીયા કરતા જોવા મળ્યા હતા. વહેતા પાણીમાં ઉતરીને યુવાનો અને છોકરીઓ ફોટો પાડતી જોવા મળી હતી. અહી ફરવા માટે આવેલા કપલ પોતાની મોજ-મસ્તીમાં નદીના પ્રવાહને ભુલી જઇને બેદરકાર જોવા મળ્યા હતા. ભારે વરસાદની સ્થિતિ અને અચાનક પુરની સંભાવવાને ધ્યાનમાં રાખીને વાલ્પારાઈમાં કુલાંગલ નદીના કિનારે સેલ્ફી ન લેવા સાવચેતીના બોર્ડ લગાડવામાં આવ્યા છે. લોકો ચેતવણીને અવગણીને મજા લેતા જોવા મળ્યા હતા. આવી મજામાં થોડી ક્ષણ માટે હોય છે પણ આ બેદરકારી ભારે નુકશાન પહોંચાડી શકે છે. આ વાત પ્રવાસીઓ જાણતા છતાં વાલ્પારાઈમાં અસલમત દ્રશ્ય જોવા મળ્યા હતા. વાલ્પારાઇ હિલ સ્ટેશન ચાના બગીચા માટે જાણીતું છે. ઉંચી પહાડીઓમાં લીલાછમ અને મનોહર ચાના બગીચાઓની સુંદરતા માણવા અસંખ્ય પ્રવાસીઓ આવે છે. આ હિલ સ્ટેશન 3500 ફૂટની ઉંચાઇ પર આવેલું છે. કુલાંગલ નદી હિલ સ્ટેશનની વચ્ચેથી નિકળે છે. આ રીતે નદી અને પર્વતનું મનોહર દ્રશ્ય ખડું થાય છે. જો કે પહાડી વિસ્તારમાં ચોમાસામાં અચાનક પૂરનું જોખમ રહેલું છે. ભૂતકાળમાં પણ સેલ્ફી લેવાની ઘેલછામાં અહીં અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. પણ સુંદરતાને કેમેરામાં કંડારવા અને પ્રવાસની યાદોને તાજી રખાવા માટે લોકો જાનનું જોખમ ખેડી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા છે પણ સહેલાણીઓ પોતાની મસ્તીમાં જોવા મળે છે.
--- બ્યૂરો રિપોર્ટ જીએસટીવી




