VIDEO: ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઈટનો વિવાદ વકર્યો, ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ
ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના શાખા ગામ નજ
ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના શાખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી. ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઈટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વાગરાના સાયખાના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ હતી. તે દરમ્યાન માખી, મચ્છરનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું હતું. જેના કારણે ગામમાં બીમારીનું પ્રમાણ ખુબ વધી ગયું હતું ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ? નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો સાયખા સહિત આસપાસના ગામના ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી....




