video: અમારા પ્રદર્શનમાં ગુંડા મોકલવવાનું કાવતરુઃ અભિજિત દીપકે
નીટ પરીક્ષામાં ગેરરીતિના આરોપોને લઈને કોકરોચ જનતા પાર્ટીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનન

નીટ પરીક્ષામાં ગેરરીતિના આરોપોને લઈને કોકરોચ જનતા પાર્ટીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. આ માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. દરમિયાન અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આરોપ લગાવ્યો છે કે તેમના પ્રદર્શનને અટકાવવા માટે બહારથી અસામાજિક તત્વોને મોકલવાના કાવરતા ઘડાઈ રહ્યા છે. જોકે, આ આરોપો અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રદર્શનનું નેતૃત્વ અભિજીત દીપકે કરી રહ્યા છે અને તેને સોનમ વાંગચુકનું પણ સમર્થન મળ્યું છે. વાંગચુક આ જ સ્થળે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. અને હવે તેમની તબીયત પણ લથડી છે.




