મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોંગ્રેસી નેતાનો આક્ષેપ, ‘લાલુભાઈ પટેલ ગુજરાતમાં દારૂ મોકલાવીને મહિને 100 કરોડ કમાય છે’

દીવ દમણ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે ભા

દીવ દમણ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે ભાજપના ઉમેદવાર અને સીટીંગ સાંસદ લાલુભાઈ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કેતન પટેલે આજે તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. જે દરમ્યાન તેઓએ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને બુટલેગર ગણાવ્યા હતા. કેતન પટેલે આક્ષેપ કર્યો હતો કે, ‘લાલુભાઈ પટેલ મહિને 100 કરોડ ગુજરાતમાં દારૂ મોકલાવીને કમાય છે. તેમના પત્ની તરુણાબેન પર અને પુત્ર પર ગુજરાતમાં દારૂના કેસ બોલાય છે. તેઓ ભાગેડુ છે.’ લાલુભાઈ પટેલ પર પણ ગુજરાતમાં દારૂના કેસ હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ સમાચાર શેર કરો