મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ લોકશાહીનું પર્વ: ચેન્નાઈમાં CM સ્ટાલિને પરિવાર સાથે કર્યું મતદાન, પૌત્ર ઇનબનિથિ રહ્યો આકર્ષણનું કેન્દ્ર

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે ચેન્નાઈના એક મતદાન મથક પર રાજ્યના મુખ્યમંત્રી સ્ટાલિન સાથે તે

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે ચેન્નાઈના એક મતદાન મથક પર રાજ્યના મુખ્યમંત્રી સ્ટાલિન સાથે તેમના પરિવારજનોએ મતદાન કર્યું હતુ.. તેમની સાથે ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિનની પત્ની કિરુથિગા ઉદયનિધિ અને પુત્ર ઇનબનિથિએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પૌત્ર ઇનબનિથિ દ્વારા કરવામાં આવેલું આ મતદાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વર્તમાન સમયમાં સત્તાધારી ડીએમકે પક્ષ પોતાની સરકાર બચાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે, જ્યારે બીજી તરફ એનડીએ ગઠબંધન આ વખતે તેમને જોરદાર પડકાર આપી રહ્યું છે. આ હાઈ-પ્રોફાઈલ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, જેનું પરિણામ રાજ્યના ભવિષ્યની રાજનીતિ નક્કી કરશે.

આ સમાચાર શેર કરો