મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: CM શુભેન્દુ અધિકારીએ લીધો મોટો નિર્ણય, ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ લગાવવા માટે BSFને જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ લગાવવા માટે બીએસએફને જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાવડાના નબન્ના ખાતે મળેલી ભાજપ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે ૪૫ દિવસમાં આ જમીન કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દેવામાં આવશે. આ ઉપરાંત, તેમણે અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતાને અત્યાર સુધી લાગુ કરવામાં આવ્યા નહોતા, જેને હવે સત્તાવાર મંજૂરી આપી દેવાઈ છે. સાથે જ, કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત અને જન આરોગ્ય યોજના પણ હવે પશ્ચિમ બંગાળમાં અમલી બનશે.

આ સમાચાર શેર કરો