મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: સફાઈ કર્મચારીનો આત્મહત્યાનો પ્રયાસ, તપાસ શરૂ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગ પરિસરમાં એક સફાઈ કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચ

તસવીર: gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગ પરિસરમાં એક સફાઈ કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ નોકરીમાંથી છૂટા કરાયા બાદ અને પોતાની રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાના કારણે આ પગલું ભરાયું હોવાની ચર્ચા છે. ગંભીર હાલતમાં વિજય વાળાને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે અધિકારીઓ અને સંબંધિત પક્ષોના નિવેદન બાદ હકીકતો વધુ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો