VIDEO: સુરેન્દ્રનગરમાં કિન્નર પરિવાર પર પથ્થરમારા અને હુમલાનો મામલો, 23 કિન્નરોની અટકાયત

સુરેન્દ્રનગરમાં કિન્નરોના ટોળા દ્વારા સોનપુર રોડ પર થયેલા પથ્થરમારાની ઘટના

સુરેન્દ્રનગરમાં કિન્નરોના ટોળા દ્વારા સોનપુર રોડ પર થયેલા પથ્થરમારાની ઘટના ગુરુ ગાદીના વિવાદને લઈને બની હતી. આ ઘટનામાં 25 જેટલી કારોના કાફલા સાથે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી કિન્નરો સુરેન્દ્રનગર આવ્યા હતા અને એક કિન્નર પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 10થી વધુ વાહનોને નુકસાન થયું, માલઢોરને હાનિ પહોંચી, અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા.

 ભોગ બનનાર પરિવારે સુરક્ષા અને ન્યાયની માંગ 

આ ઘટનાએ ફિલ્મી દ્રશ્યો જેવું વાતાવરણ સર્જ્યું હતું, અને સ્થાનિક વિસ્તારમાં તંગદિલી ફેલાઈ.પોલીસે ઝડપથી કાર્યવાહી કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે આ ઘટનામાં  23 જેટલા કિન્નરોની અટકાયત કરી, અને કાયદો-વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત ગોઠવ્યો.ભોગ બનનાર પરિવારે સુરક્ષા અને ન્યાયની માંગ સાથે ડીઆઈજી સમક્ષ રજૂઆત કરી. ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચર્ચા અને ચિંતા ઉભી કરી છે,

આ સમાચાર શેર કરો

જાહેરાત