VIDEO/ અનંતનાગમાં ડ્રગ્સની કમાણીથી ઉભી કરાયેલી મિલકત પર ફરી વળ્યું બુલડોઝર

જમ્મુ અને કાશ્મીરમાં ડ્રગ્સ માફિયાઓ અને નશાના સોદાગરો સામે પોલીસે આકરી કાર્યવાહી હ

જમ્મુ અને કાશ્મીરમાં ડ્રગ્સ માફિયાઓ અને નશાના સોદાગરો સામે પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે. અનંતનાગ જિલ્લાના વાઘમા બિજબેહરા ગામમાં પોલીસે કુખ્યાત ડ્રગ પેડલર સજાદ પર સકંજો કસ્યો છે અને તેની અંદાજે એક કરોડ રૂપિયાની ગેરકાયદેસર મિલકત તોડી પાડી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મિલકત ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાયેલા ગેરકાયદેસર નાણાંથી ઊભી કરવામાં આવી હતી.જમ્મુ-કાશ્મીર પોલીસ હવે ડ્રગ્સના દૂષણને ડામવા માટે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે.    

આ સમાચાર શેર કરો

જાહેરાત