મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: કાતિલ ઠંડીમાં પરાક્રમ: જમ્મુ-કાશ્મીરમાં બરફ હટાવવાની કામગીરી તેજ, મુસાફરોની હાલાકીનો આવશે અંત

VIDEO: જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહમાં ભારે હ

VIDEO: જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહમાં ભારે હિમવર્ષા બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે.. ભદ્રવાહ-પઠાણકોટ રોડ પરથી બરફ હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. પઠાણકોટને જોડતો આ મુખ્ય માર્ગ અવરોધિત થવાના કારણે અનેક મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહમાં ભારે હિમવર્ષા બાદ જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભદ્રવાહ-પઠાણકોટ હાઈવેને ફરીથી ખુલ્લો કરવા માટે યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.. આ વ્યૂહાત્મક માર્ગ પહાડી વિસ્તારોને અન્ય રાજ્યો સાથે જોડે છે, પરંતુ બરફના થર જામી જવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

બીઆરઓના જવાનો અત્યાધુનિક સ્નો કટર મશીનો અને જેસીબીની મદદથી કાતિલ ઠંડી વચ્ચે રસ્તા પરથી બરફ દૂર કરી રહ્યા છે, જેથી પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાય..

આ સમાચાર શેર કરો