VIDEO: ઉદયપુર કોર્ટમાં બોમ્બની ધમકીથી હડકંપ: 4000 લોકોનું રૅસ્ક્યૂ, ઈ-મેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
VIDEO: રાજસ્થાનના ઉદયપુર ક
VIDEO: રાજસ્થાનના ઉદયપુર કોર્ટ પરિસરમાં બોમ્બ હોવાની આશંકાથી ભારે અફરાતફરી મચી ગઈ છે. ઈ-મેલ દ્વારા મળેલી ધમકી બાદ હજારો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
રાજસ્થાનના ઉદયપુર કોર્ટ પરિસરમાં ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.. સુરક્ષાના કારણોસર અંદાજે 3,00થી 4,000 લોકોને તાત્કાલિક બહાર કાઢી પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વકીલો અને અરજદારોનો સમાવેશ થાય છે. તમિલનાડુ ચૂંટણી સંદર્ભે મળેલી આ ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.




