VIDEO: ‘બીજો તથ્ય પટેલ પેદા થયો’, સેટેલાઈટ વિસ્તારમાં BMW કારચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં ફરી એકવાર BMWના રફ્તારનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે BMW કારચાલકે
અમદાવાદમાં ફરી એકવાર BMWના રફ્તારનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે BMW કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક નશામાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. BRTSની રેલિંગ સાથે BMW કારનો અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના સ્ટાર બજાર પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં BMW કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોય તેમ ગાડી બીઆરટીએસ રેલિંગ ઉપર ચડાવી દીધી હતી. BMW કારચાલક આરોપી રજનીકાંત અગ્રવાલની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. N ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.




