મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપે લોકપ્રિય સિંગરને આપી તાલુકા પંચાયતની ટિકિટ, ફુદેડા બેઠક માટે વિધિવત રીતે ભરાયું ફોર્મ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક માટે ભાજપ પક્ષ દ્વારા લોકગાયિકા નેહાબેન સુથાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

નેહાબેન સુથારના નામની જાહેરાત થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષના અગ્રણીઓ અને સમર્થકોએ તેમને આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. નેહાબેન આ બેઠક પર ભાજપના પક્ષમાં જંગી લીડ સાથે વિજય મેળવશે તેવો આશાવાદ પણ હાલ માં સેવાઈ રહ્યો છે. આજે નેહાબેને વિધિવત રીતે આ બેઠક પર ચૂંટણી લડવા માટે ફોર્મ ફર્યું હતુ.

આ સમાચાર શેર કરો