VIDEO/ Bhavnagar : નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ દારૂના નશામાં ઝડપાયા
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા માનસ દર્શન બંગલોઝ પાસે દારૂના નશામાં ચૂર નાયબ મામલતદાર મેહુલ
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા માનસ દર્શન બંગલોઝ પાસે દારૂના નશામાં ચૂર નાયબ મામલતદાર મેહુલભાઈ નિમેશભાઈ ભટ્ટ ઝડપાયા છે. જેઓ પરિમલ ચોક ખાતે મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. જ્યાં થોડા દિવસો પહેલા પણ નશાની હાલતમાં ઝડપાયા હતા, અને હવે ફરીવાર તેઓ પોતાના ઘર પાસે નશાની હાલતમાં હોવાની જાણ થતા પોલીસે તેમની અટકાયત કરી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



