મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ બંગાળ ચૂંટણી 2026: કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે સહપરિવાર વોટ આપ્યો, જનતાને કરી ખાસ અપીલ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન, કેન્દ્રીય મં

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને ભાજપના અગ્રણી નેતા સુકાંત મજુમદારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના બાલુરઘાટ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાલુરઘાટ તેમનું વતન અને સંસદીય ક્ષેત્ર હોવાથી આ બેઠક પરના મતદાનમાં તેમની હાજરી સૂચક રહી હતી. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમણે લોકશાહીની મજબૂતી માટે જનતાને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. પ્રથમ તબક્કાની આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો