VIDEO: ગિરનારની લીલી પરિક્રમાનુ શુભ મુહૂર્ત સાચવવામાં આવ્યું, 5 સંતો જ ગિરનારની લીલી પરિક્રમા કરી

રાજ્યમાં ગિરનારી લીલી પરિક્રમાનુ શુભ મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું. ગત રાત્રે 12 વાગ્યા

રાજ્યમાં ગિરનારી લીલી પરિક્રમાનુ શુભ મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું. ગત રાત્રે 12 વાગ્યા બાદ પંરપરા જાળવવા આ મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું, સાધુ સંતો, કલેક્ટર, એસ.પી, મનપા કમિશનર તેમજ સરકારના તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓની હાજર રહ્યા હતા. હાલમાં કમોસમી વરસાદને લઈને જંગલના રોડ-રસ્તાનું ધોવાણ થયું હતું. તો બીજી તરફ પરિક્રમા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર તેમજ સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફક્ત 5 સંતો જ ગિરનારની લીલી પરિક્રમા કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત