VIDEO: બંગાળમાં ખાખી પર હુમલો, કેન્દ્રીય દળોના પેટ્રોલિંગ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક, સ્થિતિ તણાવપૂર્ણ
VIDEO: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પ
VIDEO: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી સ્થિત બામનઘેરી વિસ્તારમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. કેન્દ્રીય દળો સાથે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર અસામાજિક તત્વોએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ કરતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ હિંસક હુમલામાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત અનેક પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે અને સુરક્ષા દળો દ્વારા તોફાની તત્વોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
હિંસાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે. રાજકીય ખેંચતાણમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે અને પોલીસ પરના હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘાયલ અધિકારીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ પોલીસની કડક કાર્યવાહીની માંગ કરી છે, જ્યારે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વિસ્તારમાં વધારાની પોલીસ કુમક તૈનાત કરવામાં આવી છે.


