VIDEO: અશોક ગેહલોતનો સચિન પાયલોટ પર કટાક્ષ, કહ્યું હવે તેમના બંને પગ કોંગ્રેસમાં જ છે
આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાં બળવો કરીને ભાજપમાં જોડા
આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાં બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોત અને પાયલોટ એકબીજા પર અવાર-નવાર કટાક્ષ અને શાબ્દિક પ્રહારો કરતા રહે છે. જોકે ગેહલોતે AAPના બળવાખોર સાંસદોની ઘટના બાદ પાયલોટ પર આડકરું નિશાન સાધ્યું છે.ગેહલોત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સભા ગજવીને જયપુર પરત આવ્યા હતા. તેમણે જયપુર એરપોર્ટ પર પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હવે સચિન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણ કોંગ્રેસ સાથે છે. મને આશા છે કે, તેઓ હવે કોંગ્રેસને છોડવાનું વિચારશે નહીં. તેઓ આ સમજી પણ ગયા છે અને સુધરી પણ ગયા છે
જાહેરાત








