મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:ANDARNI VAAT/દાલ લેક ખાતે પ્રવાસીઓ માણી રહ્યા છે ગુલાબી ઠંડીની મજા!

જમ્મુ-કાશ્મીરની સુંદર વાદીઓમાં આવેલા શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ દાલ લેક ખાતે દેશ-વિદેશથી આવેલ

જમ્મુ-કાશ્મીરની સુંદર વાદીઓમાં આવેલા શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ દાલ લેક ખાતે દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓ ખુશનુમા હવામાનની મનભરીને મજા માણી રહ્યા છે. દેશના અન્ય ભાગોમાં જ્યાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે જૂન મહિનાના આ સમયમાં પણ દાલ લેક ખાતે વહેલી સવારે અને સાંજે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને જાડા જેકેટ પહેરવાની નોબત આવી છે. અહીં સમયાંતરે થઈ રહેલા સામાન્ય વરસાદી ઝાપટાંએ વાતાવરણને વધુ રોમાંચક અને આહલાદક બનાવી દીધું છે. સહેલાણીઓ દાલ લેકના શાંત વાતાવરણ, સ્થાનિક લોકોના પ્રેમાળ અને મિલનસાર સ્વભાવ તેમજ ભવ્ય હાઉસબોટના અદભુત આતિથ્ય સત્કારથી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

આ નયનરમ્ય સ્થળની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પોતાના અનુભવો શેર કરતા જણાવી રહ્યા છે કે જીવનમાં એકવાર તો દાલ લેકની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ. શિકારાની સવારી અને પહાડોની વચ્ચે વસેલા આ તળાવનો અદભુત નજારો પ્રવાસીઓના મન મોહી રહ્યો છે. આ સિવાય પર્યટન ક્ષેત્રે સુરક્ષા અને સુવિધાઓ માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરવાનગીઓ અને પ્રવાસીઓની જરૂરિયાતોનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દેશના ખૂણે-ખૂણેથી ઉનાળાના વેકેશનમાં ગરમીથી રાહત મેળવવા આવેલા પ્રવાસીઓ માટે શ્રીનગરનું આ જન્નત જેવું વાતાવરણ એક અવિસ્મરણીય અને યાદગાર સંભારણું બની રહ્યું છે, જે કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ આપી રહ્યું છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો