VIDEO: ANDARNI VAAT / પાકના વધારે એક પ્રાંતમાં લોકો નારાજ
ભારતના મસ્તક પર અવિભાજિત જમ્મુ-કશ્મિરના પ્રાંત અને હાલમાં પાકિસ્તાનના કબજામાં રહેલા ગીલગ

ભારતના મસ્તક પર અવિભાજિત જમ્મુ-કશ્મિરના પ્રાંત અને હાલમાં પાકિસ્તાનના કબજામાં રહેલા ગીલગીટ બાલ્ટીસ્થાનમાં બળવાની સંભાવના ઉભી થઇ છે. કુરરતી સંશોધનોથી ભરપુર અને પાકિસ્તાનની વિચારધારાથી સાવ વિપરીત એવા પ્રદેશ ગીલગીટ-બાલ્ટીસ્થાનમાં ધીમે ધીમે પાકિસ્તાન વિરુદ્ધ દાવાનળ ઉભો થઇ રહ્યો છે. કશ્મિરમાં કારગીલની ઉપરના ભારે આવેલા આ વિસ્તાર હિમાલયનો પહાડોને કારણે વિશ્વના સૌથી સુંદર જગ્યામાં સ્થાન પામે છે. પણ પાકિસ્તાન આ વિસ્તાર પ્રત્યે ઉદાસિન છે. સ્થાનિક લોકો પાક સરકારનો વિરોધ કરી રહ્યા છે. ગીલગીટ-બાલ્ટીસ્થાનના લોકોનું કહેવું છે કે આ વિસ્તાર ટુરિઝમ પર આધારિત છે. પણ પાકિસ્તાન સરકાર અહિયા પ્રવાસનને લગતી કોઇ સુવિધા ઉભી કરતી નથી. પ્રવાસીઓ ગીલગીટ અને બાલ્ટીસ્થાન આવે તે માટે સારા રસ્તાની સુવિધા હોવી જોઇએ, પાણી અને વીજળીની સુવિધા હોવી જોઇએ. રસ્તા-પાણી અને વીજળી પાક સરકાર દ્રારા પુરી પડાવામાં આવતી નથી. આ કારણે પ્રવાસીઓ અહિયા સુધી પહોંચી શકતા નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાકિસ્તાર સરકાર જામી જોઇને સુવિધા પુરી પાડવા માંગતી નથી. મોટા શહેરના બાદ કરતા કોઇ વિસ્તારમાં પાકા રસ્તા નથી. પાક કબજા હેઠળનું ગીલગી-બાસ્ટીસ્થાન મુળે જમ્મુ-કશ્મીરનો ભાગ છે. આ વિસ્તાર પાકિસ્તાને ખોટી રીતે પોતાના કબજામાં રાખ્યું છે. ભારતના અવિભાજ્ય જમ્મુ-કશ્મિરનો હિસ્સો છે. આ કારણે જ કશ્મિર વિધાનસભાની 24 સીટ ગીલગીટ-બાસ્ટીસ્થાન માટે આરક્ષિત રાખવામાં આવી છે. પાકિસ્તાન ગીલગીટ અને બાલ્ટીસ્થાનને સ્વાયત પ્રાંતમાંથી બહાર કાઢીને પોતાનું સંપુર્ણ રાજ્ય બનાવવા પ્રયત્નશીલ બની રહ્યું છે. આ માટે તેના કાયદા બદલવાની કવાયત હાથ ધરી રહ્યું છે.. સ્થાનિક લોકો પાકની આ નાકામ કવાયતનો પણ વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે સુવિધાને બદલે પાકિસ્તાન લોકો પર દમન ગુજારી રહ્યું છે. આમ પાકિસ્તાનનો વધુ એક પ્રાંત સરકાર સામે બાયો ચાડાવી રહ્યો છે. હાલમાં પાકિસ્તાનનાં લાહોર પ્રાંતને બાદ કરતા તમામ પ્રાંતમાં બળવાની સ્થિતિ છે. સિંઘ, પીઓકે, બલુચિસ્તાન અને ખેબરપખ્તુનખ્વા એમ ચાર પ્રાંત આઝાદીની માંગ વારંવાર થતી રહે છે. બલુચિસ્તાન તો પોતાને આઝાદ પ્રદેશ જ ગણે છે. આ સ્થિતિ જોતા ભવિષ્યમાં પાકિસ્તાનના ચાર ટૂંકડા થશે તે નક્કી છે.
- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી




