મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / બોસ્ટનમાં ભારતીય નૌકાદળનો વાવટો, 'સઈલ૨૫૦' મહોત્સવમાં INS સુંદરશિનીએ મચાવી ધૂમ!

અમેરિકાના બોસ્ટન શહેરમાં યોજાયેલા આંતરર

તસવીર: GSTV

અમેરિકાના બોસ્ટન શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના દરિયાઈ મહોત્સવ સૈલ૨૫૦માં ભારતીય નૌકાદળના ગૌરવસમા ટ્રેનિંગ શિપ INS સુંદરશિનીએ પોતાની અદ્ભુત ભાગીદારી પૂર્ણ કરી છે. આ વૈશ્વિક મહોત્સવમાં INS સુંદરશિનીએ ભારતના દરિયાઈ સામર્થ્ય, સમૃદ્ધ ઈતિહાસ અને ભવ્ય નૌકાદળ પરંપરાનું આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કર્યું હતું. વિશ્વભરના વિવિધ દેશોમાંથી આવેલા જહાજો વચ્ચે ભારતીય જહાજે પોતાની આગવી શાન અને ભવ્યતાથી તમામનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બોસ્ટન બંદર પર INS સુંદરશિનીની હાજરી દરમિયાન પ્રવાસીઓ અને સ્થાનિક રહીશો માટે ખાસ મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના અધિકારીઓ અને કર્મચારીઓએ વિદેશી મુલાકાતીઓ સાથે વાર્તાલાપ કરીને ભારતીય સેનાની ક્ષમતા અને વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાનો સંદેશ આપ્યો હતો. જહાજ પરથી સામે આવેલા આકર્ષક દ્રશ્યોમાં તેની સુંદરતા અને નૌકાદળનો દબદબો સ્પષ્ટપણે જોઈ શકાય છે. .

સૈલ૨૫૦ ઈવેન્ટમાં સફળ ભાગીદારી બાદ હવે INS સુંદરશિની પોતાની આગળની દરિયાઈ સફર માટે તૈયાર છે.. આ ઐતિહાસિક સફર દરમિયાન ભારતીય નૌસેનાના કેડેટ્સે પરંપરાગત સેલિંગ અને નેવિગેશન કૌશલ્યનો આકરો અનુભવ મેળવ્યો છે. આ વિદેશી સફર માત્ર એક ટ્રેનિંગ મિશન નથી પરંતુ મિત્ર રાષ્ટ્રો સાથે સૈન્ય સંબંધો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન મજબૂત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ભારતીય નૌકાદળનું આ શિપ જ્યાં પણ પહોંચે છે ત્યાં ભારતનો ત્રિરંગો ગર્વથી લહેરાવીને વૈશ્વિક સ્તરે દેશનું માન વધારી રહ્યું છે. બોસ્ટન ખાતે આયોજિત સમારોહ દરમિયાન ભારતીય નૌકાદળના જવાનોની પ્રશંસનીય શિસ્ત અને કાર્યકુશળતાની આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના કરવામાં આવી છે. સફળ ભાગીદારી બાદ INS સુંદરશિની આગામી દરિયાઈ મિશન માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે. .

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો