મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / કશ્મિરમા ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન

છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કશ્મિરમાં ભારે વરસાદ પડી રહ્યા છે. ભારે વરસાદથી રાજ્યના મેદા

તસવીર: gstv

છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કશ્મિરમાં ભારે વરસાદ પડી રહ્યા છે. ભારે વરસાદથી રાજ્યના મેદાની પ્રદેશમાં નદીના પાણી ફરી વળ્યા છે. કશ્મિરમાં અનેક જગ્યાએ વાદળ ફાટવાની ઘટના પણ બની છે. આ ભારે વરસાદને કારણે સેંકડો ખેડૂતોને જમીન, ધાન્ય પાક, શાકભાજી વગેરેનું નુકશાન થયું છે. વરસાદ બંધ ન થતા ધાન્ય પાક અને શાકભાજી ચડી ગયા છે. ઉધમપુરના લાંસી ગામમાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોની નુકશાન થયું હતું. ચોમાસામાં ખેડૂતોએ બાજરી, ચિભડા, શાકભાજી વગેરેની ખેતી કરી હતી. સતત વરસાદથી ચિભડાનો પાક સડી ગયો હતો. જુવાર અને બાજરીના પાકને પણ નુકશાન થયું હતું. લાંચી ગામમાં ખેડૂત મિર્જા મહંમદે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યા છે. ભારે વરસાદથી જમીનનું ધોવાણ થયું છે. આ કારણે પાકને ભારે નુકશાન થયું છે. પાક નુકશાનની પાછળ વરસાદ સાથે સ્થાનિક તંત્રનું મીસ મેનેજમેન્ટ પણ જવાબદાર છે. ખેડૂતે આરોપ લગાવ્યો હતો કે તંત્ર દ્રારા નાળુ બનાવવામાં આવ્યું હતું પણ નાળામાંથી પાણીનો નિકાલ ન થતા અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઇ ગયા હતા. આ કારણે ખેડૂતોનો પાક બળી ગયો હતો. ખેડૂતોએ માગ કરી હતી કે સરકાર અમોને નુકશાનીનું વળતર આપવામાં આવે. કશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ભૂસ્ખલન, વાદળ ફાટવાની ઘટના બની રહી છે. આ કારણે ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે. ઉત્તર ભારતમાં સૌથી વધારે વરસાદ કશ્મીરમાં પડી રહ્યો છે. જેની અસર ખેડૂતો પર પડી રહી છે.

--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો