VIDEO: ANDARNI VAAT / પુંચના એક ગામમાં જીવતો માર્ટાર મળી આવ્યો, ગામ લોકોમાં ભયનો માહોલ
જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા પૂંચના કુસાલીયન ગામમા સ્થાનિક

જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા પૂંચના કુસાલીયન ગામમા સ્થાનિક ખેડૂતના ખેતરમાંથી જીવતો મોર્ટાર શેલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. જીવતા શેલના વિગત મળતા ગામમાં ભયનો માહોલ છવાય ગયો હતો. ગામના ખેડૂત પ્રદીપ કુમાર રોજિંદી પ્રક્રિયા મુજબ પોતાના ખેતરમાં ખેતીકામ અર્થે ગયા હતા. ખેતરમાં કામ કરતી વખતે અચાનક તેમની નજર જમીનમાં અડધો દટાયેલા શંકાસ્પદ લોખંડી પદાર્થ પર પડી હતી. પ્રદીપ કુમારે નજીક જઈને તપાસ કરતાં તે વસ્તુ જીવતો મોર્તાર શેલ હોવાનું માલૂમ પડ્યું હતું. આ મોર્ટાર અગાઉ થયેલા કોઈ સરહદી ફાયરિંગ દરમિયાન અહીં પડ્યો હતો અને કોઈ કારણસર ફાટ્યો ન હતો.
ખેતરમાં જીવતો મોર્ટાર જોઇ ખેડૂત પ્રદિપ કુમાર ચોંકી ગયા હતા. જરા પણ સમય ગુમાવ્યા વિના તેમણે આસપાસના ખેતરોમાં કામ કરતા ગ્રામજનોને એલર્ટ કર્યા હતા. આ સાથે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોને તત્કાલ જાણ કરી હતી. ખેડૂત પ્રદીપ કુમારે જણાવ્યું કે, સવારે હું ખેતરમાં કામ કરવા માટે ગયો ત્યારે મેં ત્યાં જમીનમાં એક શંકાસ્પદ વસ્તુ જોઈ હતી. નજીક જઈને જોતાં ખબર પડી કે તે એક જીવતો મોર્ટાર શેલ છે. જે ફાટ્યો ન હતો. આ જોઈને મેં તરત જ ગામના અન્ય લોકોને અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આર્મી અને પોલીસની બોમ્બ ડિસ્પોઝલ ટીમ આવીને એરિયાને કોર્ડન કરી લીધો હતો. અને મોર્ટારને ડિસ્પોઝ કર્યો હતો.
જમ્મુ-કશ્મિરનો પુંચ વિસ્તાર સરહદી વિસ્તાર છે. પાકિસ્તાન બોર્ડર સામે જ હોવાથી અવારનવાર ફાયરિંગ અને સામ સામે મોર્ટાર છોડવાની ઘટના બને છે. આવી કોઇ ઘટના વખતે આ મોર્ટાર ફૂસાલીયન ગામના ખેતરમાં પડ્યો હોવાની સંભાવના છે. અનેક વાર આ પ્રકારના જીવતા મોર્ટાર સરહદી વિસ્તારમાં જોવા મળે છે. આ વણફાટેલા બોમ્બ અને શેલ સ્થાનિક લોકો, ખેડૂતો અને પશુઓ માટે જીવ જોખમ સમાન છે. પ્રદિપ કુમાર આને ગામ લોકો માંગ કરી રહ્યા છે કે અમારા ગામ અને આસપાસના ગામમાં આવા અનેક જીવતા મોર્ટાર હશે. સેના દ્રારા આ વિસ્તારનું સઘન ચેકિંગ કરીને જીવતા મોર્ટાર શોધી કાઢીને તેને ડિસ્પોઝ કરવા જોઇએ. જેથી ભવિષ્યમાં કોઇ અઘટિત ઘટના ન બને...
-- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી






