મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, 493 બેઠકો ખાલી રહી

અમદાવાદમાં શિક્ષણના અધિકાર કાયદા એટલે કે RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે પ

તસવીર: gstv

અમદાવાદમાં શિક્ષણના અધિકાર કાયદા એટલે કે RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે અમદાવાદમાં RTE હેઠળ કુલ 14 હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ હતી, જ્યારે તેની સામે આશરે 38 હજાર અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. વિવિધ રાઉન્ડની ફાળવણી અને પ્રવેશ પ્રક્રિયા બાદ પણ 493 બેઠકો ખાલી રહી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને હિન્દી માધ્યમની શાળાઓમાં સૌથી વધુ બેઠકો ખાલી રહી છે. બીજી તરફ ગુજરાતી માધ્યમની અંદાજે 10થી વધુ શાળાઓમાં પણ કેટલીક બેઠકો હજુ ભરાઈ શકી નથી. મોટી સંખ્યામાં અરજીઓ મંજૂર થવા છતાં તમામ બેઠકો ભરાઈ ન શકતા વાલીઓની પસંદગી, શાળાનું સ્થાન અને માધ્યમ જેવા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ખાલી રહેલી બેઠકો અંગે શિક્ષણ વિભાગ દ્વારા વધુ સમીક્ષા કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો