VIDEO: યાત્રાધામ અંબાજીમાં ત્રિદિવસીય ભવ્ય શરદપૂર્ણિમા મહોત્સવ યોજાશે
VIDEO: ઉત્તર ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં સોમવારથી
VIDEO: ઉત્તર ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં સોમવારથી ત્રણ દિવસ માટે ભવ્ય અને સુંદર શરદપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 1008 કુંડી મહાયજ્ઞ યોજાશે.
બનાસકાંઠા જિલ્લાનું જગપ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં 6 ઑક્ટોબરથી 8 ઑક્ટોબર સુધી GMDC ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય દિવ્ય તેમજ ભવ્ય શરદપૂર્ણિમા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત આ મહોત્સવમાં વિવિધ હોમ-હવન. તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ સહિત ઘણા મંત્રીઓ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મેદાનમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો છે. મેદાનમાં જુદીજુદી કુંડીઓ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાવિકો અને જનતા આવશે ત્યારે આ મહોત્સવને આખરી ઓપ આપવામાં આવ્યો છે.




