VIDEO: તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનને લઈને મોટો વિવાદ સામે આવ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફલતા વિધાનસભા બેઠક પરથી ત

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફલતા વિધાનસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ચર્ચિત એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અને IPS અધિકારી અજય પાલ શર્માએ તેમને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો મતદાતાઓને ધમકાવવાની ફરી ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અજય પાલ શર્મા હાલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ફરજ પર તૈનાત છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક લોકો તરફથી ફરિયાદો મળી રહી હતી કે જહાંગીર ખાન મતદાતાઓને ધમકી આપી રહ્યા છે. આ ફરિયાદોને પગલે અજય પાલ શર્મા સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ જહાંગીર ત્યાં હાજર ન હતા. સ્થાનિક લોકો અને પોલીસ પાસેથી તેમના ઘર અંગે સ્પષ્ટ માહિતી પણ મળી નહોતી. બાદમાં સર્ચ ઓપરેશન દરમિયાન તેમની ટીમે જહાંગીર ખાનનું ઘર શોધી કાઢ્યું.

આ સમાચાર શેર કરો

જાહેરાત