VIDEO: ભાવનગરમાં આધેડ પર સિંહે કર્યો હુમલો
ભાવનગરના ગુજરડા ગામે સિંહે આધેડ પર હુમલો કર્યો હતો. ઘાયલ થયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા
ભાવનગરના ગુજરડા ગામે સિંહે આધેડ પર હુમલો કર્યો હતો. ઘાયલ થયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગને ઘટનાની જાણ થતાં સ્ટાફ દોડી આવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી અહીં વન્ય પ્રાણીઓની રંજાડને લઈને ગ્રામજનોમાં ભય વર્તાઇ રહ્યો છે. હાલ તો વન વિભાગ દ્વારા સિંહનું લોકેશન શોધવાની કામગીરી હાથ ધરાઇ છે.




