VIDEO: ઉમરેઠના ધુળેટા ગામે વોટ્સએપ સ્ટેટસ બાબતે શરૂ થયેલો વિવાદ લોહિયાળ જૂથ અથડામણમાં ફેરવાયો
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે વોટ્સએપ સ્ટેટ
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે વોટ્સએપ સ્ટેટસ બાબતે શરૂ થયેલો વિવાદ લોહિયાળ જૂથ અથડામણમાં ફેરવાયો હતો. મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે સ્ટેટસ બાબતે ઠપકો આપ્યા બાદ મામલો બિચક્યો હતો અને બંને પક્ષોએ સામસામે તીક્ષ્ણ હથિયારો તથા પ્રચંડ પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક મહિલા સહિત ચારથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે સમાધાન થયા બાદ આજે ફરી ભડકેલા આ વિવાદને પગલે નાના ફળિયા વિસ્તારમાં તણાવ સર્જાયો હતો.



