VIDEO :2 વિમાનો આકાશમાં અથડાતા માંડ માંડ બચ્યા; 159 લોકોએ લીધો રાહતનો શ્વાસ
રોડ અકસ્માતની ઘટના વિષે તો આપણે અવારનવાર સાંભળીએ છીએ પરંતુ આકાશમાં બ

રોડ અકસ્માતની ઘટના વિષે તો આપણે અવારનવાર સાંભળીએ છીએ પરંતુ આકાશમાં બે વિમાન અથડાયા હોય તેવી ઘટના ભાગ્યેજ સાંભળી હોય છે, હાલમાં અમેરિકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે વિમાન અથડાતા માંડમાંડ બચે છે. ન્યૂયોર્કના સિરાક્યુઝ હેનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના આકાશમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. બે વિમાનો અથડામણમાંથી બચી ગયા. આ ભયાનક ઘટના 8 જુલાઈના રોજ ઉત્તર સિરાક્યુઝ પોલીસ વિભાગની પેટ્રોલિંગ કાર પર લગાવેલા કેમેરા દ્વારા કેદ કરવામાં આવી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને પ્લેન કોમર્શિયલ એરલાઈન્સ કંપનીઓના હતા. એક ફ્લાઇટ PSA એરલાઇન્સ 5511 અને બીજી એન્ડેવર એર 5421 હતી. FAA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 8 જુલાઈના રોજ સવારે 11:50 વાગ્યે બની હતી. ATC એ PSA એરલાઇન્સ 5511 ને સિરાક્યુસ હેનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટથી અલગ થવા માટે નિર્દેશ આપ્યો. તો એ જ રનવે પરથી એન્ડેવર એર 5421 ટેક ઓફ કરી રહ્યું હતું.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightRadar24ના ડેટાના આધારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વોશિંગ્ટનથી આવી રહેલી PSA ફ્લાઈટ અને ન્યૂયોર્ક જઈ રહેલી એન્ડેવર એર ફ્લાઈટ એકબીજાથી લગભગ 700-1000 ફૂટના અંતરે હતી. PSA એરલાઇન્સ 5511માં 75 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા. તે જ સમયે, એન્ડેવર એર 5421માં 76 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો હતા. જેમાં બે પાઈલટ અને બે ફ્લાઈટ એટેન્ડન્ટનો સમાવેશ થાય છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે બંને ફ્લાઈટ્સ વચ્ચે ટક્કર થવાની શક્યતાઓ નહિ બરાબર હતી. તો એર ટ્રાફિક કંટ્રોલ ઓડિયો તેનાથી વિપરીત સંકેત આપે છે. સીબીએસ ન્યૂઝના જણાવ્યા મુજબ, ટ્રાફિક કંટ્રોલે શરૂઆતમાં PSA 5511 ને લેન્ડ કરવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું, પછી એ જ રનવે પરથી ઉડવા માટે એન્ડેવર એર 5421 ને પણ ગ્રીન સિગ્નલ આપ્યું હતું.






