મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 મિશ્રિત પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે મોરચો, 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારી

દિલ્હીના વિવિધ ટ્રાન્સપો

તસવીર: gstv

દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે મોરચો માંડ્યો છે. 'દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશન' સહિતના સંગઠનોએ આ નીતિના વિરોધમાં અને E20 પેટ્રોલ પાછું ખેંચવાની માંગ સાથે આગામી 4 ઓગસ્ટના રોજ સંસદ ભવન તરફ માર્ચ યોજવાની જાહેરાત કરી છે. એસોસિએશનના મતે દેશભરમાંથી વાહનોમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણના કારણે એન્જિન ખરાબ થવા અને માઇલેજ ઘટવાની ફરિયાદો આવી રહી છે. આ મુદ્દે સાંસદોને જગાડવા માટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ કોઈ રાજકીય ચળવળ નથી કે, તેઓ કોઈ ચોક્કસ પક્ષ સાથે જોડાયેલા નથી.'ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર પણ E20 ફ્યુઅલ સામે મોટું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં એન્જિનમાં આવતી ખામીઓ અને માઇલેજ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સરકારે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે, આ ઇંધણ સુરક્ષિત, સ્વચ્છ અને ખેડૂતો માટે ફાયદાકારક છે.

આ સમાચાર શેર કરો