મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વારાણસી એરપોર્ટ પર ગોળીબાર: હથિયાર તપાસતી વખતે પિસ્તોલ આકસ્મિક રીતે છૂટતા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા

ઉત્તર પ્રદેશના વારાણસી એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમ

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના વારાણસી એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મુંબઈ જઈ રહેલા આઝમગઢના એક મુસાફરે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલ ડિક્લેર કરી હતી, જેની સ્ક્રિનિંગ અને નિરીક્ષણ પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અચાનક પિસ્તોલમાંથી ગોળી છૂટી ગઈ હતી. આ અકસ્માતમાં જમીન પરથી રિબાઉન્ડ થઈને ગોળી બે સ્ક્રીનિંગ કર્મચારીઓ - રોહિત રાજ અને સુમન કુમારીને વાગી હતી. બંને ઘાયલોને હરહુઆ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો