મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા / પતિ સાથે ટુ વ્હીલર પર કોર્પોરેશન કચેરી પહોંચ્યા હતા નવનિયુક્ત મેયર, જનસેવાનો આપ્યો સંદેશ

વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાએ સત્તાવાર સરકારી બંગલાનો ત્યાગ કરવાની અને સાદગીપૂર્ણ

વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાએ સત્તાવાર સરકારી બંગલાનો ત્યાગ કરવાની અને સાદગીપૂર્ણ જીવન જીવવાની જાહેરાત કરીને જનસેવાનો અનોખો સંદેશ આપ્યો છે. પોતાના પતિ સાથે ટુ વ્હીલર પર કોર્પોરેશન કચેરી પહોંચેલા મેયરે સ્પષ્ટ કર્યું હતું કે, જો તેમને સરકારી બંગલો ફાળવવામાં આવશે તો પણ તેઓ તેનો ઇનકાર કરી પોતાના બકરાવાડી સ્થિત સામાન્ય નિવાસસ્થાને જ રહેશે. તેમણે જણાવ્યું કે, અઢી વર્ષનો સમયગાળો તેઓ વૈભવી સુવિધાઓને બદલે પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં વિતાવશે. નોંધનીય છે કે ગુજરાતના અન્ય મહાનગરોમાં મેયર માટે આલીશાન બંગલાઓની સુવિધા છે, જ્યારે વડોદરામાં જમીન વિવાદોને કારણે સત્તાવાર નિવાસસ્થાનનો અભાવ છે, ત્યારે મેયરની આ સાદગી અને સરકારી વાહનોના મર્યાદિત ઉપયોગની વાત વડોદરાવાસીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો