મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા / નવાપુરામાં મકાન વેચાણ મામલે ભારે હોબાળો

વડોદરાના નવાપુરા વિસ્તારના ગોદડિયા વાસમાં મકાન વેચાણના મુદ્દે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. એક મિલકત લઘુમત

વડોદરાના નવાપુરા વિસ્તારના ગોદડિયા વાસમાં મકાન વેચાણના મુદ્દે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. એક મિલકત લઘુમતિ સમાજના યુવકને વેચવાની હિલચાલ વચ્ચે એનઓસી લખાવવા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘરની બહાર એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. મામલો ગરમાતાં નવાપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પરથી ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો