VIDEO: વડોદરાવાસીઓમાં હવે આક્રોશનું પૂર, ધારાસભ્ય અને કાર્યકરોને કહ્યું ‘ભાજપનો ખેસ કાઢી નાખો’
વડોદરામાં લોકોનાં આક્રોશનું પૂર હજી નથી ઓસર્યું. ભાજપનાં નેતાઓ સામે આક્રોશનો ઉકળતો ચરૂ જોવા મળી
વડોદરામાં લોકોનાં આક્રોશનું પૂર હજી નથી ઓસર્યું. ભાજપનાં નેતાઓ સામે આક્રોશનો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભાજપનાં વધુ એક MLA લોકાના આક્રોષનો ભોગ બન્યાં હતા.
વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાનાં ધારાસભ્યનો અકોટા વિસ્તારમાં સ્થાનિક લોકોએ ઘેરાવો કર્યો હતો. હવેલી પાસે હરીપુરા વિસ્તારમાં લોકોએ ભાજપ ધારાસભ્ય કેયુર રોકડીયાનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિક લોકોએ કીટ વહેંચવા ગયેલાં ભાજપના કાર્યકરોને પણ ભગાડ્યા હતા. લોકોએ ભાજપના ધારાસભ્યની કીટ ઠુકરાવી ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરામાં ભાજપનાં ખેસ પહેરીને ફરતાં નેતાઓ હાલ નિશાના પર છે.
સ્થાનિક લોકોએ ભાજપના ધારાસભ્ય કેયુર રોકડીયા અને ભાજપના કાર્યકરોને જાહેરમાં સંભળાવ્યું હતું કે, "ભાજપનો ખેસ કાઢી નાખો. અમે ભાજપને વોટ આપ્યાં છે, તમે આવું કેમ કર્યું? પુરમાં કોઇ પાણી શુદ્ધા આપવા નથી આવ્યું"






