VIDEO: બાળક સાથે હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે ઉષા વેન્સ પડતાં પડતાં રહી ગયા
અમેરિકાના મેરીલેન્ડમાં હેલિકોપ્ટર પરથી ઉતરતી વખતે યુએસના સેકન્ડ લેડી ઉષા વેન્સનો પગ લથડતાં ત

અમેરિકાના મેરીલેન્ડમાં હેલિકોપ્ટર પરથી ઉતરતી વખતે યુએસના સેકન્ડ લેડી ઉષા વેન્સનો પગ લથડતાં તેઓ નવ સપ્તાહના પુત્ર સાથે પડતાં-પડતાં માંડ બચ્યા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ રહી કે, માત્ર બે-ત્રણ ફૂટના અંતરે તહેનાત સિક્યોરિટી ઓફિસરોએ તેમને સંભાળવા હાથ લંબાવવાની પણ તસ્દી ન લીધી અને માત્ર તમાશો જોતા ઊભા રહ્યા. ઉષા વેન્સે સમયસૂચકતા વાપરી તુરંત રેલિંગ પકડી લેતાં પુત્ર એલેક સાથે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સુરક્ષાકર્મીઓની આવી લાપરવાહી અને સંવેદનહીનતા સામે ઉગ્ર સવાલો ઊભા થયા છે. યૂઝર્સ આકરા પ્રહારો કરી રહ્યા છે કે, જો સેકન્ડ લેડી પોતાના નવજાત શિશુ સાથે પડી રહી હોય ત્યારે પણ મદદ માટે આગળ ન વધવું એ કેવો સુરક્ષા પ્રોટોકોલ?




