VIDEO: અમદાવાદમાં ૩૭ દિવસના નવજાત બાળકની તસ્કરીનો કેસ: મહિલા આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં ૩૭ દિવસના નવજાત બાળકની તસ્કરીના ચકચારી કેસમાં પકડાયેલી મહિલા

અમદાવાદમાં ૩૭ દિવસના નવજાત બાળકની તસ્કરીના ચકચારી કેસમાં પકડાયેલી મહિલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. માનવ તસ્કરીના આ ગંભીર કેસમાં પોલીસે જુદા જુદા ૧૭ જેટલા કારણોસર આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી….સરકારી વકીલ ડી. જે. પરમારની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી મહિલાના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




