VIDEO: સીઝફાયરની ચર્ચાઓ વચ્ચે અમેરિકાની કાર્યવાહી, ઈરાની તેલની તસ્કરી કરતા પ્રતિબંધિત જહાજને કર્યું કબજે
અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રમાં ચાલી રહેલી ખેંચતાણ હવે ગંભીર વળાંક લઈ રહી છે. સીઝફ
અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રમાં ચાલી રહેલી ખેંચતાણ હવે ગંભીર વળાંક લઈ રહી છે. સીઝફાયરની મંત્રણાઓ વચ્ચે અમેરિકી નૌકાદળે હિંદ મહાસાગરમાં ઈરાન સાથે જોડાયેલા એક વિશાળ તેલ ટેન્કર પર હુમલો કરી પોતાના કબજે કરી લીધું છે. આ કાર્યવાહીથી ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. અમેરિકી સંરક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, આ ઓપરેશન ઇન્ડો-પેસિફિક કમાન્ડના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. એમટી-ટીફાની નામનું આ જહાજ બોત્સ્વાનાના ઝંડા હેઠળ ચાલી રહ્યું હતું અને તે બંગાળની ખાડીમાં ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના વિસ્તારમાં પકડાયું છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, તેનું છેલ્લું લોકેશન શ્રીલંકા અને મલક્કા સ્ટ્રેટ વચ્ચે મળ્યું હતું અને તે સિંગાપોર તરફ જઈ રહ્યું હોવાનું મનાય છે. અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે આ તેલ ટેન્કર પર અગાઉથી પ્રતિબંધો લાદવામાં આવેલા હતા અને તે ગેરકાયદેસર રીતે ઈરાની તેલની તસ્કરીમાં સામેલ હતું.






