VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગોવા, મિઝોરમમાં આઈએએસ, આઈપીએસ અધિકારીઓની બદલી કરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ કેડરના અધિકારીઓ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ કેડરના અધિકારીઓમાં મોટાપાયે ફેરબદલી કરી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલય તરફથી જારી કરાયેલા આદેશ મુજબ તાત્કાલિક અસરથી ૨૧ IAS અને ૪૦ IPS સહિત કુલ ૬૧ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. આમાં દિલ્હી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગોવા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ સહિત વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓનો સમાવેશ છે. વિવેક પાંડે, ગરિમા ગુપ્તા, પવન કુમાર સૈની, અમજદ ટાક સહિત અનેક વરિષ્ઠ IAS અધિકારીઓને દિલ્હી ખસેડવામાં આવ્યા છે. આ ફેરબદલી આગામી આદેશ સુધી અમલમાં રહેશે.




