VIDEO: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
સોર્સ : gstv
સુરતમાં ખાડી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી. તેમણે ભટારના આઝાદનગર વિસ્તારમાં પહોંચીને સ્થાનિક રહિશો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ વિસ્તારમાં ખાડી ઓવરફ્લો થવાના કારણે વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સી.આર. પાટીલે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સહાય અને કામગીરી અંગે માહિતી મેળવી હતી.

