Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : UCC not anti-Muslim, will end controversies: Union Minister Ramdas Athavale

VIDEO: UCC મુસ્લિમ વિરોધી નથી, વિવાદો ખતમ કરશે: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા (UCC) માટેની કમિટીની રચના વચ્ચે કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) ના વડા રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કાયદો કોઈ સમુદાયની વિરુદ્ધમાં નથી અને તેનાથી દેશમાં સામાજિક સૌહાર્દ વધશે.

App Store

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, "યુનિફોર્મ સિવિલ કોડ (UCC) દેશના અન્ય ઘણા રાજ્યોમાં પસાર થઈ ચૂક્યો છે. મને પૂરો ભરોસો છે કે આ કાયદો હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે થતા વિવાદોના મૂળ કારણને જ હંમેશા માટે ખતમ કરી દેશે."

મુસ્લિમ સમુદાયને પણ થશે ફાયદો
વિરોધ પક્ષો અને ચોક્કસ સંગઠનો દ્વારા કરવામાં આવતા પ્રચારનો જવાબ આપતા તેમણે કહ્યું, "આ કાયદો બિલકુલ મુસ્લિમ વિરોધી નથી. UCC લાવવાથી મુસ્લિમ સમુદાયને પણ મોટો ફાયદો થશે. એટલું જ નહીં, વસ્તી નિયંત્રણ માટે પણ આ કાયદાનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાશે. તેથી, મને લાગે છે કે મુસ્લિમ સમુદાયે UCC નો વિરોધ ન કરવો જોઈએ."

તેમણે અંતમાં સ્પષ્ટ કર્યું કે, તેમની પાર્ટી (RPI-A) સમાન નાગરિક સંહિતાની સંપૂર્ણ તરફેણમાં છે અને દેશહિતના આ કાયદાને ટેકો આપે છે.