VIDEO: અમરેલીના લીલીયામાં ભૂગર્ભ ગટર બની સ્થાનિકો અને વેપારીઓ માટે માથાનો દુ:ખાવો
અમરેલી જિલ્લાના લીલીયામાં ભૂગર્ભ ગટરને લઈને વેપારીઓ અને સ્થાનિક લોકો હેરાન-પર
અમરેલી જિલ્લાના લીલીયામાં ભૂગર્ભ ગટરને લઈને વેપારીઓ અને સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. લીલીયા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભના ગટરના પાણી મેઇન બજાર અને નાવલી બજારમાં ઉભરાય છે. ત્યારે અવાર નવાર સ્થાનિક સરપંચ અને તંત્રને ગામજનો અને વેપારીઓએ રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ જ નક્કર સમાધાન આવ્યું નથી. લીલીયા શહેરમાં ગટરની કુંડીઓ સમયાંતરે સાફ પણ નથી કરવામાં આવતી જેથી લોકોને લીલીયા શહેરની મેઇન બજાર કે નાવલી બજારમાં ખરીદીએ કરવા માટે આવવું પણ મુશ્કેલ બને છે જેની સીધી અસર ત્યાંના વેપારીઓ ઉપર થાય છે. લીલીયા શહેરમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન આજનો નથી પરંતુ વર્ષો જૂનો છે તે છત્તા તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.




