મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મુખ્ય મુદ્દાથી ભટકાવવા માટે UCC લવાયું: અમિત ચાવડા

રાજ્ય સરકારે પસાર કરેલા UCC વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદ

તસવીર: gstv

રાજ્ય સરકારે પસાર કરેલા UCC વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુપોષણ, બગડતું શિક્ષણ, બેરોજગારી, અસહ્ય મોંઘવારી અને ખેડૂતોની આત્મહત્યા જેવા ગંભીર મુદ્દાઓ પર સરકાર તદ્દન નિષ્ફળ રહી છે. આ વાસ્તવિક નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે જ UCC બિલ લાવવામાં આવ્યું છે. કહ્યું કે, UCCના કારણે સમાજના રૂઢિગત કાયદાઓ, સદીઓ જૂની પરંપરાઓ અને લોકોની ધાર્મિક શ્રદ્ધાને ભારે ઠેસ પહોંચશે. આ બિલ અંગે જનતા સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવી જરૂરી હતી, પરંતુ સરકારે બહુમતીના જોરે તેને પસાર કરાવી દીધું છે.

આ સમાચાર શેર કરો