VIDEO: હડાળા ગામ નજીક ટ્રકની ટક્કરે બે લોકોના મોત, CCTV સામે
રાજકોટ-મોરબી રોડ પર હડાળા ગામ નજીક મધરાત્રિએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવેલા

રાજકોટ-મોરબી રોડ પર હડાળા ગામ નજીક મધરાત્રિએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવેલા ટ્રકે પાર્ક કરેલી કાર અને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતકોમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજીત શાહમદાર અને માધાપર ચોકડી પાસે રહેતા 20 વર્ષીય કાના હુંબલનો સમાવેશ થાય છે. અજીત શાહમદાર પોતાના પુત્ર સાથે મોરબી ખાતે ઉર્સમાં જઈ રહ્યા હતા. ઘટનાને પગલે કુવાડવા રોડ પોલીસે CCTV ફૂટેજ કબજે કરી ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.




