મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન મોબાઇલ લૂંટ અને યુવક મૃત્યુ કેસમાં બે ઝડપાયા.

ભરૂચના અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા

તસવીર: gstv

ભરૂચના અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફર પાસેથી મોબાઈલ લૂંટવાના પ્રયાસ સમયે નીચ પટકાતા મુસાફરનું મોત થયુ હતુ..આ ઘટનાને લઈને વડોદરા રેલવે LCB અને SOG ટીમે મુખ્ય આરોપી ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનીલ અને સહ-આરોપી રાકેશ રામદાસ વાસાવાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે દસ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આ આરોપીઓએ અન્ય છ જેટલા મોબાઇલ ચોરીના ગુનાઓની પણ કબૂલાત કરી છે, જેને લઈને રેલવે પોલીસે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો