VIDEO: કલર ડાઈઝ અને કેમિકલના વેપારી સાથે 16.73 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર બે ઝડપાયા
અમદાવાદમાં કલર ડાઈઝ અને કેમિકલના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મો

અમદાવાદમાં કલર ડાઈઝ અને કેમિકલના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. ઉધારીમાં માલ ખરીદી રૂપિયા ન ચૂકવી 19 જેટલા વેપારીઓ સાથે 16.73 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ કાર્યવાહી કરીને જયપુરથી મોહિત સહાની અને અમદાવાદથી કલ્પેશ પટેલની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે 'ઈલોકોજીકો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ'ના નામે માલ ખરીદીને મોહિત સહાનીએ કલ્પેશ પટેલને 5 કરોડનો માલ અડધા ભાવે વેચી માર્યો હતો. કિરિ ઇન્ડસ્ટ્રીઝના વેપારી મુકેશ દવેની ફરિયાદના આધારે EOW એ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.




