VIDEO: કેશોદ ટ્રેન મોત કેસમાં વળાંક, પત્નીની હત્યા બાદ યુવકે જીવન ટૂંકાવ્યું
જૂનાગઢના કેશોદમાં ટ્રેન અડફેટે યુવકના મોત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્ય

જૂનાગઢના કેશોદમાં ટ્રેન અડફેટે યુવકના મોત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ૨૭ વર્ષિય ગીરીશભાઈ બાલસે ઘરકંકાસ અને પત્નીના ત્રાસથી કંટાળીને સુમન સોસાયટી સ્થિત ઘરે પત્ની વિજયાબેનનું ગળું દબાવી હત્યા કરી હતી.ત્યારબાદ યુવકે વિડીયો શૂટ કરી સમગ્ર ઘટનાની કબૂલાત કરી વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. રેલવે પોલીસે મોબાઈલ તપાસતા હત્યાનો વિડીયો મળતા કેશોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.




