VIDEO: દારૂની દુકાનો બંધ કરવાની માગ સાથે TVKનો વિરોધ પ્રદર્શન
પુડુચેરીમાં દારૂની દુકાનો બંધ કરાવવાની માગ સાથે રાજકીય ગરમાવો આવી ગયો હતો . તામિઝાગા વેટ્રી કઝગમના ધારાસભ્ય સ

પુડુચેરીમાં દારૂની દુકાનો બંધ કરાવવાની માગ સાથે રાજકીય ગરમાવો આવી ગયો હતો . તામિઝાગા વેટ્રી કઝગમના ધારાસભ્ય સાઈ સરવણન કુમારના નેતૃત્વમાં આજે એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને પક્ષના કાર્યકરો સાથે મળીને ધારાસભ્યએ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને રહેણાંક વિસ્તારો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ નજીક આવેલી દારૂની દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવા અથવા અન્યત્ર ખસેડવા દબાણ કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધારાસભ્ય સાઈ સરવણન કુમારે ચીમકી આપી હતી કે જો જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાને રાખીને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.




