મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમીરગઢમાં આદિવાસી સમાજ દ્વારા જાતિના દાખલાના પ્રશ્ને મામલતદારને રજૂઆત, આંદોલનની ચિમકી ઉચ્ચારી

બનાસકાંઠાના અમીરગઢમાં આદિવાસી સમાજ દ્વારા જાતિના દાખલાના પ્રશ્ને મામલતદારને રજૂઆત કરવામ

તસવીર: gstv

બનાસકાંઠાના અમીરગઢમાં આદિવાસી સમાજ દ્વારા જાતિના દાખલાના પ્રશ્ને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આદિવાસીઓ પહોંચતા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો અને કેટલાક આગેવાનોને નજરકેદ પણ કરવામાં આવ્યા હતા.

આદિવાસીઓનો આક્ષેપ છે કે વર્ષ 2018 અને 2020ના પરિપત્રોને કારણે જાતિના દાખલા મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સમાજે શાળા પ્રવેશ રજિસ્ટર, 7/12ના ઉતારા અને ગ્રામ પંચાયતના દાખલાના આધારે પ્રમાણપત્ર આપવા માંગ કરી છે. પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો