Video : વલસાડમાં કરા, ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી
વલસાડના કપરાડામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. તો ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થ

વલસાડના કપરાડામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. તો ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા. કપરાડાના હુડા અને આસપાસના ગામો કરા પડ્યા. ગિરનારા ગામમાં આશ્રમશાળા ના પતરા અને શેડ ઉડ્યો. ઝડપી પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. તંત્ર દ્વારા વીજ પુરવઠો યથાવત કરવાના કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે. હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે.




